અનમોલ મોતી – 439

અલ-કુર્રાન – આયત ન. 256 થી 259

          જયારે તમે તમારી સ્ત્રીઓને તલ્લાક આપી દો અને તેવો તમની ઇદ્દતનો   ગાળો પૂરો કરી લે, ત્યાર પછી આમાં આડે ન આવો  કે તેવો પ્રસ્તાવિત પુરુષો સાથે લગ્ન કરી લે, જયારે કે તેવો ભલી રીતે એકબીજા સાથે લગ્ન કરવા માટે રાજી હોય. તમને શિખામણ આપવામાં આવે છે કે આવું કૃત્ય કદાપિ ન કરતા, જો તમે અલ્લાહ તઆલા અને તેના અંતિમ દિવસમાં ઈમાન ધરવો છો. તમારા માટે સભ્ય અને શુદ્ધ રીત આ જ છે કે તમે આનાથી દૂર રહો. અલ્લાહ તઆલા જાણે છે તમે નથી જાણતા.

          જે પિતાઓ ઇચ્છતા હોય કે તેમી સંતાન ધાવણની મુદ્દત સુધી ધાવણ લે, ત્યારે માતાઓ તેમના બાળકને પુરા બે વર્ષ  સુધી ધવરાવે. આવી સ્થિતિમાં બાળકના  પિતાએ પ્રચલિત રીતે તેમને ખાધા-ખોરાકી આપવી પડશે. પરંતુ કોઈની ઉપર તેની પહોંચ કરતા વધારે બોજો નાખવો જોઈએ નહિ. ન તો માતાને એ કારણસર તકલીફમાં મુકવામાં આવે કે બાળક તેનું છે, અને ન તો પિતાને જ આ કારણસર હેરાન કરવામાં આવે કે બાળક તેનું છે—ધાવણ પાનારીઓનો આ હક જેવી રીતે બાળકના પિતા ઉપર છે, એવો જ તેના વારસદાર ઉપર પણ છે. પરંતુ જો બંને પક્ષકારો પરસ્પર સંમતિ અને સલાહથી ધાવણ છોડાવવા ઈચ્છે છે, તો આમ કરવામાં કોઈ હરજ નથી. અને જો તમારો વિચાર તમારા સંતાનને બીજી કોઇ સ્ત્રી પાસે ધવરાવવાનો હોય, તો તેમાં પણ કોઈ હરજ નથી,  એ શરતે કે આનું જે કઈ વળતર નક્કી કરો, તે પ્રચલિત રીતે ચૂકવો. અલ્લાહ તઆલાથી ડરો, અને જાણી લો કે જે કઈ તમે કરો છો , બધું જ અલ્લાહ તઆલાની નજરમાં છે.

          તમારામાંથી જે લોકો મૃત્યુ પામે, તેમની પાછળ જો તેમની પત્ની હયાત હોય, તો તેવો ( પત્ની) પોતાની જાતને ચાર મહિના અને દસ  દિવસ રોકી રાખે. પછી જયારે તેમનો ઇદતનો સમય પૂરો થઇ જાય, ત્યારે તેમને અધિકાર છે, પોતાની જાત મામલામાં પ્રચલિત રીતે ઈચ્છે કરે. તમારી ઉપર આની કોઈ જવાબદારી નથી. અલ્લાહ તઆલા સૌના કર્મોથી વાકેફ છે. ઈદ્તના ગાળામાં તમે ચાહો તો તે  વિધવા સ્ત્રીઓ માટે માંગુ મોકલવાનો ઈરાદો ઈશારામાં જાહેર કરી દો, અથવા દિલમાં છુપાવી રાખો, બન્ને સ્થતિમાં કોઈ હરજ નથી. અલ્લાહ તઆલા જાણે છે કે તેમનો વિચાર તો તમારા દિલમાં આવશે જ. પરંતુ  જુઓ ! ગુપ્ત કોલકરાર ન કરતા, જો કોઈ વાત કરવી હોય તો પ્રચલિત રીતે કરો. અને લગ્ન કરવાનો નિર્ણય ત્યાં સુધી ન કરો જ્યા સુધી ઇદ્દ્તનો  સમય પૂરો ન થઇ જાય. આ રીતે સમજી લો કે અલ્લાહ તઆલા તમારા દિલની હાલત સુદ્ધા જાણે છે. એટલા માટે તેનાથી ડરો અને આ પણ જાણી લો કે અલ્લાહ તઆલા સહનશીલ છે, નાની વાતોને દરગુજર કરે છે. (રૂકુઅ-30)

Posted in Uncategorized | Leave a comment

અનમોલ મોતી – 438 –

અલ કુરાન – આયાત ન. 238 થી 255

          પૂછે છે : માસિકસ્ત્રાવનો શું હૂકમ છે? કહો: તે નાપાકીની હાલત છે. આવા સંજોગોમાં સ્ત્રીઓથી અલગ રહો, અને તેમની પાસે ન જાવ., જ્યાં સુધી તેવો પાક ન થઇ જાય. પછી જયારે તેવો પાક થઇ જાય ત્યારે તેમની પાસે જાવ, એવી રીતે કે જેવો અલ્લાહ તઆલાએ તમને હૂકમ આપ્યો છે. અલ્લાહ તઆલા એ લોકોને પસંદ કરે છે, જે દુરાચારથી દૂર રહે અને પાકી અપનાવે. તમારી સ્ત્રીઓ તમારી ખેતી છે. તમને અધિકાર છે જેવી રીતે ઈચ્છો તમારી ખેતીમાં જાઓ. પરંતુ તમારા ભવિષ્યનો  વિચાર કરો  અને અલ્લાહ તઆલાની નારાજગીથી બચો.

          એ બાબત બરાબર જાણી લો કે તમારે એક દિવસ તેને મળવાનું છે. અને હે નબી ! જે તમારા આદેશોને માની લે તેમને સફળતા અને સદ્ભાગ્યના  શુભસમાચાર આપી દો.

          અલ્લાહ તઆલાના નામનો  એવા સોગંદ ખાવા માટે ઉપયોગ ન કરો જેનો આશય સદાચાર, સયંમ અને લોકોના ભલાઈના કાર્યોથી દૂર રહેવાનો હોય. અલ્લાહ તઆલા તમારી બધી વાતો સાંભળી રહ્યો  છે, અને બધું જાણે છે. જે અર્થ હીન સોગંધ તમે ઈરાદા વિના ખાઈ લો છો,  અલ્લાહ તઆલા તેમના માટે તમને પકડતો નથી, પરંતુ જે સોગંદ તમે ખરા દિલથી ખાઓ છો, તેના માટે તે જરૂર પૂછશે. અલ્લાહ તઆલા ઘણો દરગુજર કરનાર અને સહનશીલ છે.

          જે લોકો તેમની સ્ત્રીઓ સાથે સંબંધ નહિ રાખવાના સોગંદ ખાઈ લે છે તેમના  માટે ચાર મહિનાની મહેતલ છે. જો તેમણે ફરી મેળ કરી લીધો, તો  અલ્લાહ તઆલા ક્ષમા આપનાર અને દયાળુ છે. અને જો તેમણે છૂટાછેડાનો જ  નિશ્ચય  કરી લીધો હોય તો જાણી લે કે  અલ્લાહ તઆલા બધું જ સાંભળે અને જાણે  છે.

          જે સ્ત્રીઓને છૂટાછેડા આપવામાં આવ્યા હોય તેવો ત્રણ .વખત માસિકસ્ત્રાવ આવતા સુધી પોતાને રોકી રાખે, અને તેમના માટે આ યોગ્ય નથી કે  અલ્લાહ તઆલાએ તેમના ગર્ભાશયમાં જે પૈદા કર્યું છે તેને છુપાવે. તેમને આવું કદાપિ ન કરવું જોઈએ, જો તેવો  અલ્લાહ તઆલા અને અંતિમ દિવસ ઉપર ઈમાન ધરાવતી હોય. તેમના પતિઓ સબંધ સુધારી લેવા માટે ઉત્સુક હોય, ત્યારે તેવો આ ઇદ્દ્તના સમયગાળામાં તેમને ફરીથી તેમના લગ્ન સંબંધમાં પછી લેવાનો હક ધરાવે છે.

          સ્ત્રીઓ માટે પણ પ્રચલિત રીત મુજબ એવા જ આધિકારો છે જેવા પુરુષોના અધિકારો તેમની ઉપર છે. આલબત, પુરુષોને તેમની ઉપર એક દરજ્જા પ્રાપ્ત છે. અને સૌની ઉપર અલ્લાહ તઆલા વર્ચવશાળી અને ડહાપણવાળો મોજુદ છે..

          છૂટાછેડા  બે વખત છે. પછી કાં તો સીધી રીતે સ્ત્રીને રોકી લેવામાં આવે અથવા ભલી  રીતે તેને જવા દેવામાં આવે.  

          અને જવા દેતી વખતે  તમારા માટે આવું કરવું યોગ્ય નથી કે તેમે જે કઈ તેને આપી દીધેલું હોય તેમાંથી કેટલુંક પાછું લઇ લો,. અલબત્ત આ સ્થતિ અપવાદરૂપ છે કે દંપતીને અલ્લાહ તઆલાની હદો ઉપર કાયમ નહિ રહી શકવાનો ડર હોય. આ પરિસ્થતીમાં જો તમને એવો ડર હોય કે એ બંને અલ્લાહ તઆલાની હદો ઉપર કાયમ નહિ રહે, ત્યારે એ બંને વચ્ચે આ મામલો થઇ જવામાં વાંધો નથી કે સ્ત્રી તેના પતિને વળતર ચૂકવીને જુદાઈ મેળવી લે. આ અલ્લાહ તઆલાની ઠેરવેલ હદો છે આમનું ઉલ્લંઘન ન કરો, અને જે લોકો અલ્લાહ તઆલાની હદોનું ઉલ્લઘન કરે, કે તેવો જ જુલ્મી છે.

          પછી જો (બે વખત તલ્લાક આપ્યા પછી  પતિએ સ્ત્રીને ત્રીજી વખત)  તલ્લાક આપી દીધી, તો તે સ્ત્રી ત્યાર બાદ તેના માટે હલાલ  નહિ થાય, સિવાય કે તેના લગ્ન કોઈ બીજા માણસ સાથે થાય અને તે માણસ તેને તલ્લાક આપી દે. તે વખતે જો પહેલો પતિ અને આ સ્ત્રી બંને એમ વિચારે કે અલ્લાહ તઆલાની હદો ઉપર કાયમ રહેશે, ત્યારે એક બીજાની તરફ પાછા ફરવામાં કોઈ વાંધો નથી. આ અલ્લાહ તઆલાની ઠેરવેલી હદો છે, જેમને તે એ લોકોના માર્ગદર્શન માટે સ્પષ્ટ કરી રહ્યો છે, જે (આ હદોનાં ઉલ્લંઘનનું પરિણામ) જાણે  છે.

          અને જયારે તમે તમારી સ્ત્રીઓને તલ્લાક આપી દો અને તેમનો ઇદ્દતનો  સમય પૂરો થવામાં આવે , ત્યારે કા તો ભલી રીતે તેમને રોકી લો અથવા તો ભલી રીતે જવા દો. ફક્ત સાતમણી કરવા ખાતર તેમને રોકી ન રાખતા  કારણ કે એ જુલ્મ હશે અને જે આવું કરશે તે હકીકતમાં તેના પોતાના ઉપર જુલ્મ કરશે. અલ્લાહ તઆલાની આયતોને ખેલ ન બનાવો. ભૂલી ન જાવ કે અલ્લાહ તઆલાએ કેવી મોટી નિયામત વડે તમને નવાજ્યા છે,. તે તમને શિખામણ આપે છે કે જે ગ્રંથ એ ડાહપણ તેણે તમારી ઉપર ઉતાર્યા છે, તેમનો આદર જાળવો. અલ્લાહ તઆલાથી ડરો અને બરાબર જાણી લો કે  અલ્લાહ તઆલાને દરેક વાતની ખબર છે. (રૂકુઅ-29)

Posted in Uncategorized | Leave a comment

અનમોલ મોતી – 437 –

અલ કુર્રાન – આયાત ન. 232 થી 237 સુધી

           લોકો પૂછે છે કે હરામ મહિનામાં લડવું કેવું છે? કહો : આમાં લડવું ઘણું ખરાબ છે. પરંતુ અલ્લાહ તઆલાના રસ્તાથી લોકોને રોકવા અને અલ્લાહ તઆલા સાથે કુફ્ર કરવો અને મસ્જિદ-એ-હરામનો રસ્તો અલ્લાવાળાઓ માટે બંધ કરવો અને હરમના રહેનારાઓને ત્યાંથી કાઢવા, અલ્લાહ તઆલાને ત્યાં આના કરતા પણ વધારે ખરાબ છે. અને ફીતનો રક્તપાત કરતા વધારે ગંભીર છે.

          તેવો તમારી સાથે લડતા જ રહેશે એટલે સુધી કે જો તેમનું ચાલે તો તમારા દીનથી તમને ફેરવીને પાછા લઇ જાય. (અને આ સારી રીતે સમજી લો કે) તમારામાંથી જે કોઈ આ દીનથી ફરી જશે અને કુફ્રની હાલતમાં મૃત્યુ પામશે, તો તેના કર્મ દુન્યા અને આખિરત બંનેમાં વ્યર્થ થઇ જશે. આવા બધા જ લોકો દોઝખી છે અને સદાય દોઝખમાં રહેશે, આનાથી ઉલટું જે લોકો ઈમાન લાવ્યા છે અને જેમને અલ્લાહ તઆલાના માર્ગમાં પોતાના ઘરબાર છોડ્યા અને જિહાદ કર્યો છે તેવો અલ્લાહ તઆલાની કૃપાના યોગ્ય ઉમેદવાર છે અને અલ્લાહ તઆલા તેમની ભૂલોને મોઆફ કરનાર અને તેની કૃપા વડે તેમને નવાઝનાર છે.

          પૂછે છે : દારૂ અને જુગારનો શું હુકમ છે? કહો આ બંને વસ્તુઓ મોટું અનિષ્ટ છે જો કે આમાં લોકો માટે કેટલાક ફાયદા પણ છે, પરંતુ તેમનો ગુનો તેમના ફાયદા કરતા ઘણો વધારે છે.

         પૂછે છે : અમે અલ્લાહ તઆલાની રાહમાં શું ખર્ચ કરીઍ? કહો : જે કઈ તમારી જરૂરિયાત કરતા વધારે હોય. આવી રીતે અલ્લાહ તઆલા તમારા માટે તદ્દન સ્પષ્ટ આદેશો વર્ણવે છે, કદાચ તમે દુન્યા અને આખિરત બંનેની ચિંતા કરો.

          પૂછે છે : અનાથો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે? કહો: જે કાર્યપદ્ધતિમાં તેમના માટે ભલાઇ હોય, તેને જ અપનાવવી સારું છે, જો તમે તમારો અને તેમનો ખર્ચ તથા રહેવાનું સહિયારું રાખો, તો તેમાં કોઈ વાંધો નથી. છેવટે તો તેવો તમારા ભાઈઓ જ તો છે. બૂરું કરનારા અને ભલું કરનારાએ, બંનેની હાલત અલ્લાહ તઆલા જાણે  છે અલ્લાહ તઆલા ઈચ્છતો હોત તો  આ મામલામાં તમારી સાથે સખતાઈ કરત , પરંતુ તે સત્તાવાન હોવાની સાથે ડહાપણવાળો પણ છે.

          તમે મુશ્રીક સ્ત્રીઓ સાથે કદાપિ લગ્ન કરશો નહિ, જ્યા સુધી તેવો ઇમાન  ન લઇ આવે , એક ઇમાનવાળી દાસી મુશ્રીક કુલીન સ્ત્રી કરતા સારી છે, જો કે તેમને ઘણી પસંદ હોય, અને તમારી સ્ત્રીઓના લગ્ન મુશ્રીક પુરુષો સાથે કદાપિ ન કરતા, . જ્યા સુધી તેવો ઈમાન ન લઇ આવે. એક ઈમાનવાળો દાસ મુશ્રીક કૂલીન પુરુષ કરતા વધારે સારો છે. જો કે તે તમને ઘણી પસંદ હોય. આ લોકો તમને આગની તરફ બોલાવે છે  અને અલ્લાહ તઆલા તેના હુકમથી જન્નત અને ક્ષમાની તરફ બોલાવે છે, અને તે તેના આદેશો સ્પષ્ટપણે લોકો સમક્ષ વર્ણવે છે આશા છે તેવો બોધ ગ્રહણ કરશે અને શિખામણ સ્વીકારશે. (રૂકુઅ-27)

Posted in Uncategorized | Leave a comment

અનમોલ  મોતી – 436

અલ કુર્રાન રૂકુઅ ન. 429 થી 231 સુધી

          બની ઇસરાઇલને પૂછો: કેવી રીતે સ્પષ્ટ નિશાનીઓ અમે તેમને દેખાડી છે (અને બીજી આ પણ તેમને જ પૂછી લો કે) અલ્લાહ તઆલાની નિયામત મેળવ્યા પછી જે કોમ તેને દુર્ભાગ્ય વડે બદલે છે તેમને અલ્લાહ તઆલા કેવી સખ્ત સજા આપે છે.

          જે લોકોએ કુફ્રનો માર્ગ અપનાવ્યો છે, માટે દુન્યાનું જીવન અત્યંત પ્રિય અને મનગમતું બનાવી દેવામાં આવ્યું છે. આવા લોકો ઈમાનનો માર્ગ આપનાવનારાઓની મજાક ઉડાવે છે, પરંતુ કયામતના દિવસે સંયમી લોકો જ  તુલનામાં ઊંચા દરજ્જાવાળા હશે. હવે રહી દુન્યાની રોજી,તો અલ્લાહ તઆલાને અખત્યાર છે, જેને ઈચ્છે બે-હિસાબ આપે.

         આરંભમાં બધા લોકો એક જ રીત ઉપર હતા. (પછી આ સ્થતિ ચાલુ ન રહી અને મતભેદો ઉભા થયા) ત્યારે અલ્લાહ તઆલાએ નબી મોકલ્યા જે સીધા રસ્તે ચાલવા માટે ખુસશખબર આપનારા અને અવળે રસ્તે ચાલવાના પરિણામોથી ડરાવનારા  હતા, અને તેમની સાથે સત્યગ્રન્થ ઉતાર્યો કે જેથી સત્યના વિષે લોકોની વચ્ચે જે મતભદો ઉભા થઇ ગયા હતા, તેમનો ફેંસલો કરે.–(અને આ મતભદો ઉભા થવાનું કારણ ન હતું કે શરૂઆતમાં લોકોને સત્ય જણાવવામાં આવ્યું ન હતું, નહિ) મતભેદ એ લોકોએ કર્યો જેમને સત્યનું જ્ઞાન આપી દેવામાં આવ્યું હતું. તેમને સ્પષ્ટ આદેશો મેળવી લીધા પછી માત્ર એટલા માટે સત્યને છોડીને વિવિધ રીતો ઉપજાવી કાઢી કેમકે તેઓ એક-બીજા ઉપર અત્યાચાર કરવા માંગતા હતા.– પછી જે લોકો નબીઓ ઉપર ઈમાન લઇ આવ્યા, તેમને અલ્લાહ તઆલાએ તેના હુકમથી સત્યનો એ માર્ગ દેખાડી દીધો જેમાં લોકોએ મતભેદ કાર્ય હતો. અલ્લાહ તઆલા જેને ઈચ્છે છે, સીધો માર્ગ દેખાડી દે છે.

          પછી શું તમે લોકોએ એમ માની લીધું છે કે આમ જ જન્નતનો પ્રવેશ તમને મળી જશે, જો કે હજુ તમારી ઉપર એ બધું વીત્યું નથી જે તમારી અગાઉ ઈમાન લાવનારાઓ ઉપર વીતેલું છે? તેમની ઉપર મુશ્કેલીઓ આવી, મુસીબત પડી, હચમચાવી નાખવામાં આવ્યા, એટલે સુધી પ્રવર્તમાન પયગંબર અને તેના સાથી ઇમાનવાળા ચીસ પડી ગયા કે અલ્લાહ તઆલાની મદદ ક્યારે આવશે? — (તે વખતે તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે) હા, અલ્લાહ તઆલાની મદદ નજીક છે.

          લોકો પૂછે છે, અમે શું ખર્ચ કરીએ? જવાબ આપો કે જે માલ પણ તમે ખર્ચો તમારા માતા-પિતા ઉપર, સાગા ઉપર, અનાથો અને ગરીબો અને મુસાફરો ઉપર ખર્ચ કરો અને જે કઈ ભલાઈ પણ તમે કરશો, અલ્લાહ તઆલા તેનાથી માહિતગાર હશે.

          તમને યુદ્ધનો આદેશ આપવામાં આવ્યો છે અને તે તમને ના-પસંદ છે.–બની શકે કે એક વસ્તુ તમને ના-પસંદ હોય અને એ જ તમારા માટે સારી હોય. અને બની શકે કે એક વસ્તુ તેમને ગમતી હોય અને તે જ તમારા માટે ખરાબ હોય. અલ્લાહ તઆલા જાણે છે, તમે નથી જાણતા. (રૂકુઅ-26)

Posted in Uncategorized | Leave a comment

અનમોલ  મોતી – 435

અલ કુર્રાન રૂકુઅ ન. 435 થી 228 સુધી

          હજના મહિનાની સૌને ખબર છે, જે માણસ આ ઠરાવેલ મહિનાઓમાં હજનો ઈરાદો કરે, તેણે સાવધ રહેવું જોઈએ કે હજ્જના ગાળામાં તેનાથી કોઈ જાતીય કૃત્ય, કોઈ દુષ્કૃત્ય અને કોઈ લડાઈ-ઝગડાની વાત થઇ ન જાય, અને જે સદકૃત્ય તમે કરશો, તે અલ્લાહ તઆલાની જાણમાં હશે. હજ્જની મુસાફરી માટે ભાથું સાથે લઇ જાઓ અને સૌથી સારું  ભાથું સાયમ છે. તેથીહે  બુદ્ધિમાનો, મારી નાફરમાની કરવાથી દૂર રહો. અને જો હજ્જની સાથે સાથે તમે તમારા માલિકની કૃપા પણ શોધતા જાઓ, તો તેમાં કોઈ વાંધો નથી. પછી જયારે અરાફતથી નીકળો, ત્યારે મશઅરેહરામ (મુઝદલિફહ) ની પાસે થોભીને અલ્લાહ તઆલાને યાદ કરો અને એવી રીતે યાદ કરો, જેનો આદેશ તેણે તમને આપ્યો છે, નહિ તો આ અગાઉ તમે લોકો ભટકી ગયેલા થતા. પછી જ્યાંથી બીજા બધા લોકો પાછા વળે છે ત્યાંથી જ તમે પણ પાછા વળો, અને અલ્લાહ તઆલા પાસે માફી માંગો, નિઃશંક તે ક્ષમા કરનાર અને દયાળુ છે, પછી જયારે તમારી હજ્જની વિધિઓ પૂરી કરી લો, ત્યારે જેવી રીતે અગાઉ તમારા બાપપદાદાઓને યાદ કરતા હતા, એવી રીતે હવે અલ્લાહ તઆલાને યાદ કરો, બલ્કે તેનાથી પણ વધીને. (પરંતુ અલ્લાહ તઆલાને યાદ કરનારા લોકો વચ્ચે પણ ઘણો ફરક છે) એમનામાંથી કોઈ તો એવો છે, જે કહે છે કે હે અમારા મલિક ! અમને દુન્યામાં જ બધું આપી દે. આવા માણસ માટે આખિરતમાં કોઈ હિસ્સો નથી. અને કોઈ કહે છે કે હે અમારા મલિક! અમને દુન્યામાં પણ ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ અને આગની સજાથી અમને બચાવ. આવા લોકો તેમની કમાણી અનુસાર (બનંને જગ્યાએ) હિસ્સો મેળવશે, અને અલ્લાહ તઆલાને હિસાબ ચુકવવામાં જરાય વાર લગતી નથી. આ ગણતરીના કેટલાક દિવસો છે જે તમારે અલ્લાહ તઆલાની યાદમાં પસાર કરવા જોઈએ. પછી જો કોઈ ઉતાવળ કરીને બે દિવસમાં પાછો ફરી ગયો તો કોઈ હરજ નથી, અને જો કોઈ થોડો સમય વધારે રોકાઈને પાછો ફર્યો તો પણ કોઈ હરજ નથી, શરત આ છે કે તેને આ દિવસો સંયમપૂર્વક પસાર કર્યા હોય–અલ્લાહની નફરમાની કરવાથી બચો, અને સારી રીતે જાણી લો કે એક દિવસે તેની સમક્ષ તેમને હાજર કરવામાં આવશે.

          લોકોમાં કોઈ તો એવો છે, જેની વાતો દુન્યાના જીવનમાં તમને ઘણી જ ભલી જણાય છે, અને તેની ભલી દાનત માટે તે વારંવાર અલ્લાહ તઆલાને સાક્ષી ઠેરવે છે, પરંતુ વાસ્તવમાં તે સત્યનો કટ્ટર શત્રુ હોય છે. જયારે તેને સત્તા મળી જાય છે, ત્યારે ધરતી ઉપર તેની સમગ્ર દોડધામ એટલા માટે હોય છે કે ઝગડા ફેલાવે, ખેતરોને બરબાદ કરે અને માનવ વંશનો નાશ કરે– જો કે અલ્લાહ તઆલા (જેને તે સાક્ષી ઠારવી રહ્યો હતો) ઝગડાને કદાપિ પસંદ કરતો નથી — અને જયરે તેને કહેવામાં આવે છે કે અલ્લાહથી ડર, ત્યરે તેની પ્રતિસ્ઠાનો  વિચાર તેને ગુના ઉપર મક્કમ કરી દે છે. આવા માણસ માટે તો માત્ર જહન્નમ જ પૂરતી છે અને તે ઘણું ખરાબ ઠેકાણું છે. બીજી તરફ લોકોમાંથી કોઈ એવો પણ છે જે અલ્લાહ તઆલાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તેનો જીવ ખર્ચી નાખે છે અને આવા બંદાઓ ઉપર અલ્લાહ તઆલા ઘણો મહેરબાન છે. હે ઈમાન લાવનારાઓ ! તમે પૂરેપુરા ઈસ્લામમાં આવી જાઓ અને શેતાનનું અનુકરણ ન કરો કારણ કે તે તમારો ખુલ્લો શત્રુ છે. જે સ્પષ્ટ આદેશો તમારી પાસે આવી ગયા છે, જો આમને મેળવી લીધા પછી તમે ડગમગી ગયા તો બરાબર જાણી લો કે અલ્લાહ તઆલા બધાની ઉપર જોરાવર અને ડહાપણવાળો છે. (આ તમામ શિખામણો અને સૂચનાઓ પછી પણ લોકો સુધરે નહિ, ત્યારે) શું હવે તેવો આની રાહ જુએ છે કે અલ્લાહ તઆલા  વાદળોનું મોટું છત્ર લગાવીને ફરીશ્તાઓની કતાર સાથે જાતે સામે આવી જાય અને ફેંસલોઃ જ કરી નાખવામાં આવે?– છેવટે તો તમામ મામલાઓ રજુ તો અલ્લાહ તઆલાની સમક્ષ થવાના છે. (રૂકુઅ-25)

Posted in Uncategorized | Leave a comment

અનમોલ મોટી – 434

અલ કુરાન આયત ન. 198 થી 213

 લોકો તમને ચંદ્રના વધતા-ઘટતા આકારો વિષે પૂછે છે. કહો: આ લોકોના માટે તારીખ નક્કી કરવાની અને હજ્જની નિશાનીઓ છે. આ ઉપરાંત એમને કહો: આ કોઈ સત્કર્મ નથી કે તમે તમારા ઘરમાં પાછળની બાજુએથી દાખલ થાઓ છો. સત્કર્મ તો ખરેખર આ છે કે માણસ અલ્લાહ તઆલાની નારાજગીથી બચે. તેથી તમે તમારા ઘરોમાં દરવાજામાંથી જ આવો. અલબત્ત અલ્લાહ તઆલાથી ડરતા રહો. કદાચ તમને સફળતા પ્રાપ્ત થઇ જાય.

     અને તમે  અલ્લાહ તઆલાના માર્ગમાં એ લોકો સાથે લાડો જે તમારી સાથે લડે છે, પરંતુ અત્યાચાર ન કરો, કારણ કે અલ્લાહ તઆલા અત્યાચાર કરનારાઓને પસંદ કરતો નથી. તેમની સાથે લડો જ્યા પણ તમારો તેમની સાથે મુકાબલો થઇ જાય. અને તેમને કાઢો જ્યાંથી તેમણે તમને કાઢ્યા છે. એટલા માટે કે હત્યા જો કે બુરી છે. અને મસ્જિદેહરામની પાસે જયાં સુધી તેવો તમારી સાથે લડે નહિ, તમે પણ ન લડો. પરંતુ જયારે તેવો ત્યાં લાડવાથી પણ ન ચૂકે, તો તમે પણ વિના સંકોચે તેમને મારો કારણ કે આવા કાફીરોની આ જ સજા છે.પછી જો તેવો અટકી જાય, તો જાણી લો કે અલ્લાહ તઆલા ક્ષમા કરનાર અને દયાળુ છે.

     તમે તેમની સાથે લડતા રહો એટલે સુધી કે ફીતનો બાકી ન રહે અને દીન અલ્લાહ તઆલા  માટે થઇ જાય. પછી જો તેવો અટકી જાય, તો સમજી લો કે અત્યાચારીઓ સિવાય બીજા કોઈની ઉપર હાથ ઉપાડવો યોગ્ય નથી.

     હરામ મહિનાનો બદલો હરામ મહિનો જ છે અને તમામ હુરમતનો આદર સમાનપણે થશે. તેથી જે તમારી ઉપર હાથ ઉપાડે તમે પણ એવી જ રીતે તેની ઉપર હાથ ઉપાડો. અલબત્ત અલ્લાહ તઆલાથી ડરતા રહો અને ધ્યાન રાખો કે અલ્લાહ તઆલા એ જ લોકોની સાથે છે જે તેની હદોને તોડવાથી દૂર રહે.

     અલ્લાહ તઆલાની રાહમાં ખર્ચ કરો અને તમારા હાથે તમારી જાતને બર્બાદીમાં ન નાખો. ખૂબીપૂર્વક કામ કરો કારણ કે અલ્લાહ તઆલા ખૂબીપૂર્વક કામ કરનારાઓને પસંદ કરે છે.

      અલ્લાહ તઆલાની પ્રસન્નતા ખાતર જયારે હજ્જ અને ઉમરાહનો ઈરાદો કરો ત્યારે તેને પૂરો કરો અને જો ક્યાંક ઘેરાઈ જાઓ તો જે કુરબાની (નો જાનવર) મળી રહે, અલ્લાહ તઆલાની હજૂરમાં રજૂ કરો. અને તમારા માથા ત્યાં સુધી ન મૂંડો જ્યા સુધી કુરબાની (નો જાનવર) તેના સ્થાને પહોંચી ન જાય.

     પરંતુ જે માણસ બીમાર હોય અથવા જેના માથામાં કોઈ તકલીફ હોય અને એ કારણે તેનું માથું મૂંડાવી લે, તો તેને ફદયા તરીકે રોઝા રાખવા જોઈએ અથવા સદકો આપવો જોઈએ અથવા કુરબાની કરવી જોઈએ. પછી જો તમને સલામતી પ્રાપ્ત થઇ જાય (અને તમે હજ પહેલા મક્કા શરીફ પહોંચી જાઓ), તો તમારા માંથી  હજનો સમય આવે ત્યાં સુધી ઉમરાહનો લાભ ઉઠાવે તે યથાશક્તિ કુરબાની આપે, અને જો કુરબાની ન મળે તો ત્રણ રોઝા હજ્જના સમયમાં અને સાત રોઝા ઘરે પહોંચીને, એમ કુલ 10 રોઝા રાખી લે. આ છૂટછાટ એ લોકો માટે છે જેમના ઘર મસ્જિદએહરામની નજીક ન હોય. અલ્લાહના આ આદેશનો ભંગ કરવાથી બચો અને સારી રીતે જાણી લો કે અલ્લાહ તઆલા સખ્ત સજા આપનાર છે. (રૂકુઅ-24)

Posted in Uncategorized | Leave a comment

અનમોલ મોતી -433 

અલ કુર્રાન – આયાત ન. 183 થી 197

     હે લોકો જે ઈમાન લાવ્યા છો, તમારા ઉપર રોઝા ફરજીયાત કરી દેવામાં આવ્યા, જેવી રીતે તમારી અગાઉ નબીઓના અનુયાયીઓ ઉપર ફરજીયાત કરવામાં આવ્યા હતા. આનાથી અપેક્ષા છે કે તમારામાં સંયમનો ગૂણ પૈદા થશે. કેટલાક નિયત દિવસોના રોઝા છે. જો તમારામાંથી કોઈ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય તો બીજા દિવસોમાં આટલી જ સંખ્યા પૂરી કરી લે, અને જે લોકો રોઝા રાખવાની ક્ષમતા ધરાવતા હોય (છતાં ન રાખે) તો તેઓ “ફદયો” આપે. એક રોઝાનો ફાદયો એક ગરીબને જમાડવાનો છે અને જે સ્વેચ્છાએ થોડી વધારે ભલાઈ કરે તો તેના જ માટે સારું છે..પરંતુ  જો તમે સમજો તો તમારા હિતમાં સારું આ જ છે કે રોઝા રાખો.

     રમઝાન એ મહિનો છે જેમાં કુર્રાન ઊતારવામાં આવ્યું છે જે માનવ જાત માટે સંપૂર્ણ માર્ગદર્શન છે અને એવું સ્પષ્ટ શિક્ષણ ધરાવે છે જે સીધો માર્ગ દેખાડનાર તથા સત્ય અને અસત્યનો ભેદ સ્પષ્ટ કરી દેનાર છે. એટલા માટે હવેથી જે માણસ આ મહિનો પામે, તેના માટે ફરજીયાત છે કે આ આખા મહિનાના રોઝા રાખે અને જો કોઈ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય, તો તે બીજા દિવસોમાં રોઝાની સંખ્યા પૂરી કરે.

     અલ્લાહ તઆલા તમારી સાથે નરમી કરવા માંગે છે, સખ્તાઈ કરવા માંગતો નથી. એટલા માટે આ રીત તમને જણાવવામાં આવી રહી છે જેથી તમે રોઝાની સંખ્યા પૂરી કરી શકો અને જે માર્ગદર્શન વડે અલ્લાહ તઆલાએ તમને નવાજ્યા છે તેના માટે અલ્લાહ તઆલાની મહાનતાનું પ્રદશન અને એકરાર કરો અને આભારી બનો.

      અને હે નબી ! મારા બંદા જો તમને મારા વિષે પૂછે તો તેમને જણાવી દો કે હૂં તેમની નજીક જ છું. પોકારનાર જયારે મને પોકારે છે, હૂં તેનો પોકાર સાંભળું છું અને જવાબ આપું છું. તેથી તેમણે મારો સંદેશ સાંભળીને કબૂલ કરવો જોઈએ અને મારી ઉપર ઈમાન લાવવું જોઈએ. આ વાત તમે તેમને સંભળાવી દો,કદાચ તેવો સીધો માર્ગ મેળવી લે.

     તમારા માટે રોઝાની રાતોમાં તમારી પત્નીઓ પાસે જવાનું હલાલ કરી દેવામાં આવ્યું છે. તેવો તમારા માટે પોશાક છે અને તમે તેમના માટે. અલ્લાહ તઆલાને ખબર પડી ગઈ કે તમે લોકો છાનામાના તમારી જાત સાથે અપ્રમાણિકતા કરી રહ્યા હતા, પરંતુ તેણે તમારો કસૂર માફ કરી દીધો અને તમારી સાથે દરગુજર કરી. હવે તમે તમારી પત્નીઓ સાથે રાત્રી સહવાસ કરો અને જે આનંદ અલ્લાહ તઆલાએ તમારા માટે કાયદેસર કરી દીધું છે તે પ્રાપ્ત કરો. આ ઉપરાંત રાત્રે ખાઓ-પીઓ એટલે સુધી કે તમને રાતની  કાળાશની ધારી માંથી પ્રભાતની સફેદીની ધારી સ્પષ્ટ પણે દેખાઈ જાય. ત્યાર પછી આ તમામ કામ છોડીને રાત સુધી તમારો રોઝો પૂરો કરો અને જયારે તમે મસ્જિદોમાં એતેકાફમાં હોવ, ત્યારે પત્નીઓ સાથે સહવાસ ન કરો. આ અલ્લાહ તઆલાની બાંધેલી હદો છે, આમની નજીક ન ફરકશે. આવી રીતે અલ્લાહ તઆલા તેના આદેશો લોકો માટે વિગતવાર રીતે વર્ણવે છે, આશા છે કે તેવો ખોટું વર્તન કરવાથી બચશે.

     અને તમે લોકો ન તો અંદરો-અંદર એક એક-બીજાના માલ ખોટી રીતે ખાઓ અને ન તો સત્તાવાળાઓ સમક્ષ તેમને એવા આશયથી પ્રસ્તુત કરો કે તમને બીજાના માલનો કોઈ ભાગ ઇરાદાપૂર્વક અન્યાયી રીતે ખાવાની તક મળી જાય. (રૂકુઅ-23)      .

Posted in Uncategorized | Leave a comment

અનમોલ મોતી – 432

અલ કુર્રાન – આયાત ન. 175 થી 182

     સત્કર્મ એ નથી કે તમે તમારા મુખ પૂર્વ તરફ કરી લીધા કે પશ્ચિમ તરફ, બલ્કે સત્કર્મ આ છે કે માણસ અલ્લાહ તઆલા  અને તેના અંતિમ દિવસને અને ફરીશ્તાઓને તથા અલ્લાહ તઆલાએ  ઉતારેલા ગ્રંથ તથા તેના પૈગામબેરોને હૃદય પૂર્વક માને અને અલ્લાહ તઆલાના પ્રેમમાં તેનો પ્રિયા માલ સાગા અને અનાથો માટે, ગરીબો અને મુસાફરો માટે, મદદ માટે હાથ લંબાવનારાઓ માટે અને ગુલામોની મુક્તિ માટે ખર્ચ કરે, નમાઝ  કાઈમ કરે અને ઝકાત આપે,  અને સત્કર્મી એ લોકો છે કે જયારે વાયદો કરે ત્યારે તેનું પાલન કરે અને નાદારી તથા મુસીબતના સમયે અને સત્ય તથા અસત્યની લડાઈમાં ધૈર્ય રાખે. આ છે સત્યનિષ્ઠ લોકો અને આ જ લોકો સંયમી છે.

     હે લોકો જે ઈમાન લાવ્યા છો, તમારા માટે હત્યાના મુકદ્દમાઓમાં કિસાસનો હૂકમ લખી દેવામાં  આવ્યો છે. આઝાદ માણસે હત્યા કરી હોય તો એ આઝાદ માણસ પાસેથી જ બદલો લેવામાં આવે, ગુલામ હત્યારો હોય તો તે ગુલામની જ હત્યા કરવામાં આવે, અને સ્ત્રી આ ગુનો આચરે તો તે સ્ત્રી પાસેથી જ કિસાસ લેવામાં આવે. હા, જો કોઈ હત્યારાની સાથે તેનો ભાઈ થોડી નરમી કરવા માટે તૈયાર હોય તો પ્રચલિત રીત અનુસાર લોહીની કિંમતની પતાવટ કરવી જોઈએ. અને હત્યારા માટે જરૂરી છે કે પ્રામાણિકતા પૂર્વક લોહીની કિંમત ચૂકવે.

     આ તમારા માલિકની તરફથી ઘટાડો અને કૃપા છે. આમ છતાં પણ કોઈ અત્યાચાર કરે તો તેના માટે પીડાકારી સજા છે. બુદ્ધિશાળીઓ તમારા માટે કિસાસમાં જીવન છે. આશા છે કે તમે આ કાયદાનો ભંગ કરવાથી દૂર રહેશો.

     તમારા માટે ફરજીયાત બનાવવામાં આવ્યું છે કે જયારે તમારામાંથી કોઈનો મૃત્યુનો  સમય આવે અને તે તેની પાછળ માલ છોડી રહ્યો હોય, ત્યારે માં-બાપ અને સાગા માટે પ્રચલિત રીતે વસિયત કરે. આ ફરજીયાત છે અલ્લાહ તઆલાથી      ડરનારા લોકો માટે. પછી જેમણે વસિયત સાંભળી અને પાછળથી તેને ફેરવી નાખી, તો આનો ગુનો આ ફેરવી નાખનારાઓ ઉપર હશે. અલ્લાહ તઆલા બધું સાંભળે અને જાણે છે. અલબત્ત જેને એવી આશંકા હોય કે વસિયત કરનારે અજાણતા અથવા ઇરાદાપૂર્વક હક્ક માર્યો છે, અને પછી પક્ષકારો વચ્ચે તે સુધાર કરે, તો તેના શિરે કોઈ દોષ નથી, અલ્લાહ તઆલા ક્ષમા કરનાર અને દયાળુ છે. (રૂકુઅ-22)

Posted in Uncategorized | Leave a comment

અનમોલ મોતી – 431

   અલ કુર્રાન – આયાત ન. 166 થી 174

  લોકો ! ધરતીમાં જે હલાલ અને પાક વસ્તુઓ છે તેમને ખાઓ અને શૈતાનના ચીંધેલા માર્ગો ઉપર ન ચાલો.શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે, તે તમને બૂરાઈ અને નિર્લજતાની આજ્ઞા આપે છે અને એમ શીખવાડે છે  કે તમે અલ્લાહ તઆલાના નામે એ વાતો કહો જેમના વિષે તમને જ્ઞાન નથી કે તે અલ્લાહ તઆલાએ કહી છે.

     તેમને જ્યારે કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાએ જે આદેશો ઉતાર્યા છે તેમનું પાલન કરો, ત્યારે જવાબ આપે છે કે અમે તો એ જ રીતનું અનુસરણ કરીશું જેની ઉપર અમે અમારા બાપદાદાને જોયા છે. સારું, જો તેમના બાપદાદાએ અક્કલનો જરાય ઉપયોગ ન કર્યો હોય અને સીધો માર્ગ ન પામ્યા હોય તો શું તમે છતાં પણ તેઓ તેમનું જ અનુસરણ કરતા રહશે? આ લોકો કે જેમણે અલ્લાહ તઆલાએ જણાવેલા માર્ગ ઉપર ચાલવાનો ઇન્કાર કરી દીધો છે તેમની સ્થિતિ બરાબર એવી છે જેમકે ચારનાર ઢોરને બોલાવે છે અને તેઓ હાકોટા સિવાય કંઈ સાંભળતા નથી. આ લોકો બેહરાં છે, મૂંગા છે. આંધળાં  છે, તેથી કોઈ વાત તેમની સમાજમાં આવતી નથી.

      હે લોકો ! જે ઈમાન લાવ્યા છો, જો તમે ખરેખર અલ્લાહ તઆલાની જ બંદગી કરનારા છો તો જે પાક વસ્તુઓ અમે તમને એનાયત કરી છે તેમને વિના સંકોચે ખાઓ અને અલ્લાહ તઆલાનો આભાર માનો. અલ્લાહ તઆલાના તરફથી જો કોઈ પ્રતિબંધ તમારી ઉપર છે તો તે આ છે કે મરણ પામેલું ન ખાઓ, લોહીથી અને ડુક્કરના માંસથી દૂર રહો, અને કોઈ એવી વસ્તુ ન ખાઓ જેની ઉપર અલ્લાહ તઆલા સિવાય બીજા કોઈનું નામ લેવામાં આવ્યું હોય. હા, જે માણસ મજબૂરીની હાલતમાં  હોય અને તે આમાથી કોઈ વસ્તુ ખાઈ લે, એ સિવાય કે તે કોઈ કાનૂન ભાંગનો ઈરાદો ધરાવતો હોય અથવા જરૂરિયાતની હદ વટાવી જાય, તો તેની ઉપર કોઈ ગુનો નથી, અલ્લાહ તઆલા ક્ષમા આપનાર અને દયાળુ છે.

     સાચું આ છે કે જે લોકો એ આદેશોને છુપાવે છે જે અલ્લાહ તઆલાએ તેન ગ્રંથમાં ઊતર્યા છે અને દુન્યાના થોડાક ફાયદાઓ માટે તેમને ભેટ ચઢાવી દે છે, તેઓ હકીકતમાં તેમના પેટ આગથી ભરી રહયા છે. કયામતના દિવસે અલ્લાહ તઆલા કદાપી તેમની સાથે વાત નહીં  કરે, ન તો તેમને શુદ્ધ ઠેરવશે, અને તેમના માટે પીડાકારી સજા છે, આ એ લોકો છે જેમને માર્ગદર્શનના બદલે પથભ્રષ્ટા ખરીદી અને ક્ષમાને બદલે સજા ખરીદી લીધી. કેવી વિચિત્ર છે તેમની હિંમત કે જહન્નમની સજા સહન કરવા તૈયાર છે ! આ બધું એટલા માટે થયું કે અલ્લાહ તઆલાએ તો બરાબર સત્ય પ્રમાણે ગ્રંથમાં માતભેદો  ઉભા કર્યા તેઓ તેમના વિવાદોમાં સત્યથી ઘણા દૂર નીકળી ગયા  (રૂકુઅ-21)

Posted in Uncategorized | Leave a comment

અનમોલ મોતી -430

અલ કુર્રાન સુર-એ-બકરહ – આયત ન. 161 થી 165

          હે લોકો, જે ઈમાન લાવ્યા છો, સબ્ર (ધીરજ) અને નમાઝની મદદ  લો. અલ્લાહ તઆલા ધર્યવાન લોકો સાથે છે અને જે લોકો અલ્લાહ તઆલાના માર્ગમાં માર્યા જાય, તેમને મૃત ન કહો, આવા લોકો તો હકીકતમાં હયાત છે, પરંતુ તેમને તેમની હયાતીનું ભાન થતું નથી. અને અમે જરૂર તમને ભય અને જોખમ, ભૂખ, જાનમાલના નુકસાન અને આવકોમાં ખોટમાં નાખીને તમારી અજમાયશ કરીશું. આવી પરિસ્થિતીમાં જે લોકો ધીરજ ધારે અને જ્યારે કોઈ મુસીબત આવી પડે,  ત્યારે કહે કે અમે અલ્લાહ તઆલાના જ છીએ અને અલ્લાહ તઆલાની જ તરફ પાછા વાળીને જવાનું છે. તેમને ખુશખબર આપીદો. તેમની ઉપર તેમના મલિક તરફથી મોટી મહેરબાનીઓ થશે, તેની કૃપા એમની ઉપર છાંયડો કરશે અને આવા જ લોકો સદમાર્ગી ચાલનારા છે.

          નિઃશંક સફા અને મરવહ અલ્લાહ તઆલાની નિશાનીઓમાંથી છે. એટલા માટે જે માણસ બયતુલ્લાહની હજ કરે, તે આ બંને ટેકરીઓ વચ્ચે સઈ કરી લે, અને જે રાજીખુશીથી કોઈ ભલાઈનું  કામ કરશે, અલ્લાહને તેની જાણ છે અને તે તેની કદર કરનાર છે.

          જે લોકો અમારા ઊતરેલા સ્પષ્ટ શિક્ષણ અને માર્ગદર્શનને છુપાવે છે, એ પછી પણ કે જ્યારે અમે તેમને તમામ મનુષ્યોના માર્ગદર્શન માટે અમારા ગ્રંથમાં વર્ણવી ગયેલા છીએ, વિશ્વાસ રાખો કે અલ્લાહ તઆલા પણ તેમની ઉપર ફિટકાર કરે છે અને તમામ ફિટકાર કરનારા પણ તેમની ઉપર ફિટકાર કરે છે. અલબત્ત જે આ વર્તન છોડી દે અને તેમનું વર્તન સુધારી લે અને જે કઈ છુપાવતા હતા, તેને વર્ણવવા લાગે, તેમને હૂં માફ કરી દઈશ અને હૂં મોટો દરગુજર કરનાર અને દયાળુ છું.

          જે લોકોએ કુફ્રનો માર્ગ અપનાવ્યો અને કુફ્રની હાલતમાં જ મૃત્યુ પામ્યા, તેમની ઉપર અલ્લાહ તઆલા અને ફરિશ્તા અને તમામ મનુષ્યોની ફિટકાર છે. આ જ  ફિટકારની હાલતમાં તેવો સદાય રહેશે, ન તો તેમની સજામાં ઘટાડો થશે અને ન તો તેમને ફરીથી બીજી મહેલાત આપવામાં આવશે. તમારો ખુદા એક જ ખુદા છે, એ રહમાન અને રહીમ સિવાય બીજો કોઈ ખુદા નથી (રુકૂઅ -19)

(આ હકીકતને ઓળખવા માટે જો કોઈ નિશાની અને ઓળખ જોયતી હોય તો ) જે લોકો બુદ્ધીન ઉપયોગ કરે છે તેમના માટે આકાશ અને ધરતીની રચનામાં રાત અને દિવસને સાતત એક બીજાની પાછળ આવવામાં, એ વહાણ જે મનુષ્યના ફાયદાની વસ્તુઓ લઈને નદીઓ અને સમુદ્રમાં ચાલે છે, વરસાદના એ પાણી જે અલ્લાહ તઆલા ઉપરથી વરસાવે છે પછી તેના વડે ધરતીને જીવન બક્ષે છે અને તેની આ જ વ્યવસ્થા વડે ધરતીમાં દરેક પ્રકારના સજીવ સર્જનોને ફેલાવે છે, પવનોના ભ્રમણમાં અને એ વાદળોમાં જે આકાશો અને ધરતી વચ્ચે હૂકમને આધીન બને રાખવામાં આવ્યા છે, અસંખ્ય નિશાનીઓ છે. (પરંતુ માલિકના એકાકીપણા માટે દલીલ કરનારી આ ખુલ્લી નિશાનીઓ હોવા છતાં) કેટલાક લોકો એવા છે જે અલ્લાહ તઆલા સિવાય બિજાણે તેના સમકક્ષ અને હરીફ બનાવે છે અને તેમના એટલી હદે મોહિત છે જેટલો મોહ અલ્લાહ તઆલાની સાથે હોવો જોઈએ. જો કે ઇમાનવાળા લોકો સૌથી વધારે અલ્લાહ તઆલાને ચાહે છે . અફસોસ, સજાને સામે જોઈને તેમને જે દેખાવાનું છે તેજે જ આ જુલ્મીઓને દેખાઈ જાય કે તમામ શક્તિઓ અને સર્વ અધિકારો અલ્લાહ તઆલાના જ કબજામાં છે  અને આ કે અલ્લાહ તઆલા સજા આપવામાં પણ ઘણો સખ્ત છે.જ્યારે તે સજા આપશે તે વખતે હાલત એવી હશે કે એ જ આગેવાનો અને નેતાઓ કે જેમનું દુન્યામાં અનુસરણ કરવામાં આવ્યું હતું, તેમના અનુયાયીઓ સાથે અલગતા જાહેર કરશે, પરંતુ સજા પામીને રહેશે  અને તેમના બધા જ સાધનોનો સબંધ કપાઈ જશે. અને એ લોકો જે દુન્યામાં તેમનું અનુસરણ કરતા હતા, કહેશે કે અમને ફરીથી એક તક આપવામાં આવી હોત તો જેવી રીતે આ લોકો અમારી સાથે અલગતા જાહેર કરી રહ્યા છે, અમે તેમના પ્રત્યે નારાજ થઇ ને દેખાડી દેત. આમ, અલ્લાહ તઆલા  આ લોકોના એ કર્મો કે જે આ લોકો દુન્યામાં કરી રહ્યા છે, તેમની સામે  એવી રીતે લાવશે કે તેવો પસ્તાવો અને અફસોસ કરતા રહેશે પરંતુ આગમાંથી નીકળવાનો કોઈ માર્ગ પામશે નહીં. (રૂકુઅ-20)  

Posted in Uncategorized | Leave a comment