अनमोल मोती – 413

     હે ઇસરાઈલની સંતાન! જરા યાદ કરો મારી એ નિયામતને જે મેં તમને આપી હતી, મારી સાથે તમારો જે વાયદો હતો તેને તમે પૂરો કરો તો મારો જે વાયદો તમારી સાથે હતો તેને હૂં પૂરો કરું અને મારાથી જ તમે ડરો. અને મેં જે ગ્રંથ મોકલ્યો છે તેની ઉપર ઈમાન લાવો. આ એ ગ્રંથના સમર્થનમાં છે જે તમારી પાસે અગાઉથી મોજુદ હતો, એટલા માટે સૌની પહેલા તમે જ તેનો ઇન્કાર કરનારા ન બની જાઓ. નજીવી કિમંતમાં  મારી આયાતોને વેંચી ન નાખો અને મારા પ્રકોપથી બચો. અસત્યનો રંગ ચઢાવીને સત્યને શંકાસ્પદ ન બનાવો, તેમજ જાણીબૂઝીને સત્યને છુપાવવાનો પ્રયાસ ન કરો. નમાઝ કાયમ કરો, ઝકાત આપો, અને જે લોકો મારી સમક્ષ ઝૂકી રહયા છે તેમની સાથે તમે પણ ઝૂકી જાઓ. તમે બીજાને તો નેકીનો માર્ગ અપનાવવા માટે કહો છો પરંતુ પોતાની જાતને જ ભૂલી જાઓ છો? જો કે તમો ગ્રંથ વાંચો છો. શું તમે બુદ્ધિનો સહેજ પણ ઉપયોગ કરતા નથી?  ધૈર્ય અને નમાઝની મદદ લો,  નિઃશંક: નમાઝ એક ભારે મુશ્કેલ કામ છે, પરંતુ એ આજ્ઞાકારી બન્દાઓ માટે મુશ્કેલ નથી, જે માને છે કે છેવટે તેમને તેમના માલિકને મળવાનું અને તેની જ તરફ વ વળીને પાછા જવાનું છે. (રૂકુઅ-5)

ગુજરાતી અનુવાદ

    हे इस्राईलकी संतान! ज़रा याद करो मेरी उन नियामतोंको जो मेने तुमको दी थी. मेरे साथ तुम्हारा जो वादा था तुको तुम पूरा करो, तब मेरा जो वादा तुम्हारे साथ था उसे में पूरा करू, और मुज़से ही तुम डरो. और जो किताब (कुर्रान) मेने तुम्हारी तरफ भेजा है उस पर ईमान ले आवो. यह किताब (याने कुर्रान) उसी किताबके संदर्भमे हे जो पहेलेसे तुम्हारे पास मौजूद थी., इस लिए के सबसे पहले तुम ही इसका इन्कार करनेवाले न बन जाओ. चंद सिक्कोंकी खातिर मेरी आयतोको ना बेचो, और मेरे अज़ाबसे बचो. जुठके रंगसे सच्चाईको कमज़ोर न बनाओ, और जानबूझ कर सच्चाईको छुपानेकी कोशिश न करो. नमाज़ काइम करो, ज़कात अदा करो, और जो लोग मेरी तरफ झुक रहे है उनके साथ तुम भी ज़ूक जाओ. तुम दुसरोको तो नेकीका रास्ता अपनानेको तो कहते हो, मगर अपनी आपको भूल जाते हो? सब्र और नमाज़से मदद लो. इसमें कोई शक नहीं के नमाज़ एक बड़ा मुश्किल काम है, मगर उन हुक्म का पालन करनेवाले बंदो के लिए मुश्किल नहीं, जो मानते है के आखिरकार उनको उनके मालिक को मिलने और उसकी तरफ मुड़कर वापस जाना है. (रुकूअ-5)       

About aelan

Name : Late Haji Abdul Rashid Abdul Qadir Munshi Birth : July 15, 1954 Death : May 3, 2021. (21 Ramadan 1443) Native : Junagadh, Gujarat (INDIA) Qualification : M.A., B.Ed., L.L.B. Designation : Principal, Swami Vivekanand Vinay Mandir, Junagadh. (English Medium)
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a comment